પોરબંદરઃ યુવકને હાર્ટ એટેક આવતા ગામલોકોએ ખાટલા પર બેસાડી તૂટેલો પુલ પાર કરાવ્યો - Etv bharat gujarat
પોરબંદરઃ જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. ઘેડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. વાહન વ્યવહાર પણ ઠપ થયો છે, ત્યારે પોરબંદરના રાણાવાવ તાલુકાના જાંબુ ગામે પરબતભાઈ નામના એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા તેને હોસ્પિટલે ખસેડવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. જાંબુ ગામેથી હોસ્પિટલ લઈ જવા માટે ઠોયાણા ગામના પુલ પરથી પસાર થવાનું હતું, પરંતુ ભારે વરસાદના કારણે પુલ નબળો હોવાથી તૂટી ગયો હતો. આ કારણોસર દર્દીને ખાટલામાં બેસાડી લોકોએ પુલ પસાર કરાવવો પડ્યો હતો. પોરબંદર જિલ્લામાં મીનસાર નદીના ઘોડાપૂરના કારણે આ વિસ્તારમાં પાણી ફરી વળે છે. જેમાં ઠોયાણા ગામના બિસ્માર પૂલ પણ તૂટી જવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.