ગામની જમીન પર પાલિકા દ્વારા આવાસ બનાવવાની તૈયારી, ગ્રામવાસીઓએ કર્યો વિરોધ - ગ્રામવાસીઓનો વિરોધ
સુરતઃનવા સીમાંકન બાદ પાલિકા દ્વારા ભાથા ભાટપોર ખાતે આવેલી ગામની જમીનનો કબ્જો લઈ મનપા આવાસ બનાવવાના અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો ગામવાસીઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે અનોખી રીતે વિરોધ નોંધાવાવામાં આવ્યો હતો. ગામના લોકો પોતાના બાળકો સાથે હાથમાં બોલ- બેટ અને ફૂટબોલ લઈ જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં 'જાન દેંગે પર જમીન નહીં દેંગે' ના સૂત્ર સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.ભાઠા ભાટપોર ગામવાસીઓની ફરિયાદ છે કે 70 વર્ષથી તેમના વડાઓ તરફથી આ જમીનનો વિકાસ કરવામાં આવ્યો છે. જ્યાં ગામમાં થતા સામાજિક પ્રસંગો અને અલગ અલગ પ્રવૃત્તિઓ ગામના મેદાનમાં કરવામાં આવે છે. ભાટપોર અને ભાથા ગામ સહિત ચોર્યાસીના કુલ 64 જેટલા ગામના લોકોનો આ અંગે વિરોધ કરવામાં આવ્યો છે. જે મેદાનનો રમત-ગમત તરીકેના મેદાન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પાલિકા હાલ તે મેદાન પર આવાસ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.