ઓલપાડ તાલુકાના સીમલ્થુ ગ્રામજનોએ વીજ પાવરની માગને લઈને કર્યો હોબાળો - Simalathu villagers
સુરતઃ તૌકતે વાવાઝોડાના લીધે ઓલપાડ તાલુકામાં ઠેર-ઠેર વિજપોલ ધરાશાયી થયાના દશ્યો સામે આવ્યાં છે. જેથી તાલુકાના ઘણા ગામમાં છેલ્લા 36 કલાકથી વીજળી ગુલ છે. ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ઓલપાડના સીમલ્થુ ગામના 70 થી 80 લોકો DGVSLની ઓફિસ પર પહોચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો અને વિજ પાવર આપવાની માગ કરી હતી. આ બાબતે નાયબ ઈજનેરના જવાબ માટે ત્યાં જ બેસી ગયા હતા, ત્યારે નાયબ ઈજનેર દ્વારા ટુક સમયમાં જ ગામમાં વીજ પાવર આવી જશેની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો.