ખેડામાં દુષ્કર્મ ગુજારી સગીરાને માં બનાવી, પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી - યુવકે સગીરાને લગ્નની લાલચ આપી
ખેડા: જિલ્લામાં દુષ્કર્મ બાદ સગીરા માં બનાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. વડતાલના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે સગીરા માં બની હતી. જેણે ડાકોર ખાતે હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પોલીસ દ્વારા ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.