વલસાડ: પારડીના મોટાવાઘછીપા ગામે મકાનમાં ભીષણ આગ, પરિવારનો તમામ માલસામાન સ્વાહા - pardi Fierce fire
વલસાડ : પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામે પરિવારના મોભી શિરડી દર્શન કરવા ગયા. પાછળથી તેમના ઘરમાં મોડી રાત્રે અગમ્ય કારણસર આગ લાગતા ત્રણ ગાળાનું મકાન આગમાં ખાખ થઇ ગયું હતું. જો કે, ઘરમાં તેમનો પુત્ર તેમની પત્ની અને બે પુત્રોનું ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર ઘટનામાં પરિવારની ઘરવખરી અને ઘરમાં રાખેલી તમામ ચીજવસ્તુ આગમાં સ્વાહા થઇ ચૂકી હતી. આ ઘટનાની જાણકારી પારડી પાલિકાના ફાયર વિભાગને થતા ફાયરનું વાહન સ્થળ ઉપર પહોંચ્યું હતું. અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.