દિલ્હીમાં 'આપ'ની સરકાર: AAPના કાર્યકરોએ જૂનાગઢમાં ઉજવણી કરી
જૂનાગઢ: દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે. ત્યારે પક્ષના કાર્યકરો પ્રદેશમાં વિજય ઉત્સવ મનાવી રહ્યાં છે. આપની જીતને વધાવવા માટે આમ આદમી પાર્ટીના જૂનાગઢના કાર્યકરોએ મંગળવારે આઝાદ ચોકમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો. સામાન્ય લોકોને મોં મીઠું કરાવીને પ્રજાની સરકાર બની છે તેવો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.