વડોદરા યુથ કોંગ્રેસે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ફોટાને સળગાવી દેખાવો કર્યો - યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ચીન વિરુદ્ધ દેખાવ
વડોદરા: શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ચીન વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતો. જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અસફાક મલેક, NSUI પ્રમુખ વ્રજ પટેલ, દેવાંગ ઠાકોર, મિતેષ ઠાકોર અને પૂર્વેશ બોરોલે સહિતના અગ્રણીઓએ ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગની તસ્વીરને સળગાવી વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ચાઈનાની તમામ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા લોકોને અપીલ કરી હતી. જેથી પોલીસે દેખાવો કરનારા તમામ લોકોની અટકાયત કરી હતી.