પરીક્ષા લેવામાં આવી નથી તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી 50 ટકા ફી પરત આપશે - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
કોરોના મહામારીને લઇ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી નથી અને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે અને આવા 96 હજાર વિદ્યાર્થીઓને પરિક્ષાની ફીના 50 ટકા પરત આપવામાં આવશે, જ્યારે નિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવનાર છે તે વિદ્યાર્થીઓની ફી પરત કરવામાં નહીં આવે તેમ યુનિવર્સિટી ના રજિસ્ટ્રારે જણાવ્યું હતું.