સાબરકાંઠાના સરપંચનો જળસંચય માટે અનોખો પ્રયાસ, લોકોનો મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
સાબરકાંઠા: જિલ્લામાં જળસંચય માટે ઇડર તાલુકાના મણીયોર ગામે જાગૃત સરપંચ દ્વારા વરસાદના વહી જતા પાણીને કેનાલ મારફતે તળાવમાં લઇ આવવાના પ્રયાસને હવે ગ્રામ સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. 22 એકરથી વધારેની જમીનમાં ફેલાયેલું આ તળાવ વર્ષોથી ખાલીખમ હતું. જોકે જળસંચયના પ્રયાસ બદલ ગ્રામજનોએ પણ તળાવ ઉંડુ કરવા સહિત કેનાલ બનાવવામાં ભાગીદાર બન્યા હતા. જ્યારે, આ વર્ષે 20 ઇંચ વરસાદ વરસતા ઇડર તેમજ આસપાસનું પાણી ગામની બાજુમાંથી આગળ વહી જતું અટકાવી કેનાલ મારફતે સમગ્ર પાણી તળાવની અંદર આવતા તળાવ ૫૦ ટકાથી વધારે ભરાઈ ગયું છે.