કેશોદના માલબાપાના સોમવારથી દર્શન બંધ, મંદિર ટ્રસ્ટનો નિર્ણય - Malbapa temple
જૂનાગઢ: કેશોદના માલબાપાના મંદિરે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલમાં વધતા જતા કોરોના સંક્રમણથી બચવા ધર્મ પ્રેમી જાહેર જનતાની સલામતી માટે માલબાપા મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી 20 તારીખ સોમવારથી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવશે. જેની તમામ ધર્મ પ્રેમી જાહેર જનતાએ નોંધ લેવા માલબાપા મંદિર ટ્રસ્ટ માણેકવાડા તરફથી જણાવવામાં આવ્યું છે.