ખેડામાં દિવાળીના દિવસોમાં કોઠી યુદ્ધ ખેલવાની અનોખી પરંપરા - kheda news
ખેડા: શહેરમાં દીપોત્સવી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાત્રીએ ભાવસાર અને કાછીયા સમાજના યુવકો અને વડીલો એકત્રીત થઇને એકબીજાને શુભેચ્છા પાઠવીને કોઠી યુદ્ધ ખેલવામાં આવે છે. 100થી 150 જેટલા યુવકો દ્વારા કોઠી યુદ્ધ ખેલવામાં આવે છે. આ કોઠી યુદ્ધમાં બંને સમાજના લોકો દ્વારા સામસામે કોઠી સળગાવવામાં આવે છે. યુવકો દ્વારા ઢીંચણ સુધી ભીના પેન્ટ તેમજ હાથ મોજા પહેરીને કોઠી યુદ્ધ ખેલવામાં આવે છે. કોઠી યુદ્ધમાં અંદાજે રૂપિયા દોઢ થી બે લાખની દારૂખાનાની કોઠી ફોડવામાં આવે છે. આ કોઠી યુદ્ધ નિહાળવા શહેરીજનો સહીત આસપાસના ગ્રામજનો ઉમટી પડે છે.