ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ વરસાદ 31 ઈંચ - પોરબંદરમાં વરસાદ

By

Published : Jul 26, 2020, 11:15 PM IST

પોરબંદરઃ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં રાણાવાવ અને ઘેડ પંથકમાં પણ વધુ વરસાદ પડયો હતો. ગઈકાલથી આજ સવાર સુધી ધોધમાર વરસાદ પડયો હતો અને ગામડાઓમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. રાણાવાવ ગામે સવારે છ વાગ્યાથી શરૂ થયેલા વરસાદ દસ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. તો બરડા પંથકમાં પણ ઠેર-ઠેર વરસાદના ઝાપટા પડ્યા હતા. અત્યાર સુધીમાં જિલ્લાનો 31 ઈચ જેટલો વરસાદ પડયો નોંધાયો છે. પોરબંદરમાં 757 mm કુતિયાણામાં 776mm અને રાણાવાવમાં 848 mm વરસાદ વરસ્યો હતો. આજે પણ પોરબંદરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેથી આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details