માલધારી સમાજના આંદોલનનો 10મો દિવસ: કીર્તિમંદિરમાં પ્રાર્થના સભા યોજી ન્યાયની માગ કરી - પોરબંદરમા માલધારી સમાજના આંદોલનનો દસમો દિવસ
પોરબંદર: માલધારીઓના આંદોલનના 10માં દિવસે માલધારીઓ દ્વારા કીર્તિમંદિર ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો, યુવાનો અને બહેનો પણ જોડાયા હતા. તેમજ કીર્તિ મંદિર ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે બેસી રામ નામની ધૂન બોલાવી હતી. સરકાર દ્વારા માલધારી સમાજના યુવાનોને લોક રક્ષક પોલીસ ભરતીમાં ન્યાય મળે તેવી માગ માલધારી સમાજના લોકોએ કરી હતી. આ ઉપરાંત એક આગેવાનની તબિયત લથડી હતી. જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.