શૌચક્રિયા કરવા ઉભા હતા અને ટેન્કર યમરાજ બની ખાબક્યું - Aravalli Latest News
અરવલ્લી: જિલ્લાનાં મોડાસા-શામળાજી રોડ પર આવેલા ટીંટોઈ ગામ નજીક એકટીવા પર પસાર થતા બે વ્યક્તિઓ શૌચક્રિયા માટે ઉભા હતા. જે દરમિયાન મોડાસા તરફથી આવતી ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યુ જેના કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઇ સીધુ શૌચક્રિયા કરવા ઉભા 2 વ્યક્તિઓ પર પટકાયુ હતુ. જેમાં એકનુ મોત નિપજ્યું હતું. આ ઘટનાની સૌથી કરૂણ વાત એ છે કે મૃતક વ્યક્તિ વિકલાંગ હતા. જેથી ટેન્કર રૂપી મોત ઢસડાઇને સામે આવી રહ્યું હોવા છતાં તે દોડી ન શકતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.