જૂનાગઢના કેશોદની બજારમાં ભીડના દ્રશ્યોની ઘટના બાદ તંત્રએ લીધી ગંભીર નોંધ
જૂનાગઢઃ લોકડાઉન વચ્ચે કેશોદની બજારોમાં ભીડના દ્રશ્યોની ઘટના બાદ તંત્રએ ગંભીર નોંધ લીધી હતી. જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ અને ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બાદ કડક નિર્ણયો લેવાયા હતા. હવે કેશોદની મુખ્ય બજાર સદંતર બંધ રહેશે. જીવન જરૂરી વસ્તુની જ દુકાનોને ખુલી રાખવા મંજૂરી આપશે. સોશિયલ ડિસટન્સ અને નિયમોનો ભંગ કરનારા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાશે.