સરદાર સરોવર ડેમની સપાટી 137.55 મીટરે પહોંચી - સરદાર સરોવર ડેમ
નર્મદાઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં 2 કલાકમાં 12 સે.મીનો વધારો થયો છે. ઉપરવાસમાં ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી આવી રહ્યું હોવાથી જળસપાટી 137.70 મીટરે પહોંચી છે. જેથી 23 દરવાજા 4.1 મીટર ખોલીને 7,70,073 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, પૂનમની ભરતી અને પૂરની અસરથી પ્રજાને બચાવવા માટે 1,28,573 ક્યુસેક પાણી નદીમાં ઓછું કરાયું છે. બુધવારે નર્મદા નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, નદીમાં પાણી ઓછું છોડી ડેમમાં સંગ્રહ કરાશે. પરિણામે હાલ સપાટી તેની પૂર્ણ ક્ષમતા 138.68 મીટર તરફ વધી રહી છે. ડેમમાં હાલ પાણીનો લાઈવ સ્ટોક-5401.50 mcm થયો છે.