ખંભાળિયા વોર્ડ નંબર-5માં અપક્ષમાં દાવેદારી નોંધાવનારા દિવ્યાંગ ઉમેદવાર પ્રચાર માટે નિકળ્યાં - ખંભાળિયા નગરપાલિકાના સમાચાર
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવારના દેર અને દેરાણી વિકલાંગ હોવા છતાં પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. ખંભાળિયાની જનતા માટે આ એક નવતર પ્રચાર જોવા મળ્યો હતો અને ઉમેદવારના પરિવારજનો વિકલાંગ હોવા છતાં પણ પ્રચાર કરી બહુમતીથી જીત મળે તે માટે મહેનત કરી રહ્યા છે અને લોકોને પણ મત આપવા અપીલ કરી રહ્યા છે.