મેડીકલ ક્ષેત્રે આગળ વધતા પોલીસ પરિવારના દિકરાઓનું મોરબી SP દ્વારા સન્માન - The sons of the police personnel have achieved excellence in the medical field
મોરબીઃ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પુત્રોએ મેડીકલ ક્ષેત્રે સિદ્ધી મેળવી છે. પોલીસ પરિવારના ચાર પુત્રોએ મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી હતી. જેથી પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળીયો હતો. જેને પગલે જિલ્લા SP પોલીસ કર્મચારીને સન્માનિત કર્યા હતા. મોરબી જિલ્લા પોલીસના કર્મચારીઓ રમણીકભાઈ, હરીશભાઈ, વિનોદભાઈ અને કાનજીભાઈના પુત્રોએ મેડીકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી હતી અને પોલીસ પરિવારના દીકરાઓ ડોક્ટર બન્યાં છે. જેથી મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા SPના હસ્તે 4 પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું હતું અને મેડીકલ ક્ષેત્રે તેમના પુત્રો આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.