બનાસકાંઠામાં વરસાદી પાણીના કારણે ખેડૂતોની હાલત બની કફોડી - બનાસકાંઠા ન્યુઝ
બનાસકાંઠાઃ જીલ્લામાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે હવે ખુદ વરસાદ જ મુશ્કેલી લઈને આવ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની શક્યતા સેવી રહ્યા છે.