પ્રસિદ્વ શામળાજી મંદિર સુર્યગ્રહણ દરમિયાન ખુલ્લુ મુકાયું
અરવલ્લીઃ ભગવાન શામળીયાના મંદિરમાં નિત્યક્રમ મુજબ ભગવાનની પુજા અને વિધી શરુ કરવામાં આવી હતી. ભગવાનને ગ્રહણ પહેલા સ્નાન વિધી પુર્ણ કરાવી સુંદર સજાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. રાજભોગ દરમિયાન મંદીર બંધ કર્યા બાદ ઉત્થાપન વિધી દરમિયાન મંદીરના દ્રાર બંધ રાખવામાં આવ્યા હતા. જે તમામ વિધી નિત્યક્રમ મુજબની સુર્યગ્રહણ પહેલા જ પુર્ણ કરી લેવાઇ હતી અને બાદમાં ભગવાનને પુર્ણ સાજ શણગાર સાથે દર્શન મુદ્રામાં મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા.