નવસારીમાં આવશ્યક સેવાઓ પુરીપાડનારોનું ઉત્સાહભેર અભિવાદન કરાયું - #IndiaFightsCorona
નવસારી: જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં આજે સમગ્ર જિલ્લાવાસીઓએ સજ્જડ બંધ પાડી જનતા કરફ્યુને સફળ બનાવ્યું હતું. આ સાથે જ સાંજે 5 વાગતાની સાથે જ નવસારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપી નવસારીના વિભિન્ન વિસ્તારોમાં સોસાયટી, મોહલ્લા, એપાર્ટમેન્ટ તેમજ ગામડાઓના ફળિયાઓમાં લોકોએ થાળી, ઢોલ, નગારા, શંખ નાદ તેમજ તાળી વગાડીને ઉત્સાહભેર કોરોનાને નાથવાની લડાઈમાં દિવસ રાત એક કરતા ડોકટરો, નર્સ, આરોગ્ય કર્મીઓ, સરકારી અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનો, ફાયરના જવાનો, મીડિયા કર્મીઓનુ અભિવાદન કર્યું હતું. આ સાથે જ લોકોએ આવશ્યક સેવાઓ આપનારા તમામનો આભાર વ્યક્ત કરીને આગળ પણ આજ પ્રમાણે સહકાર આપવાની અપીલ કરી હતી.