રેત શિલ્પના માધ્યમથી શિલ્પકારે માલધારી સમાજ માટે ન્યાયની કરી માગણી - રેત શિલ્પના માધ્યમથી શિલ્પકારે માલધારી સમાજ માટે ન્યાયની કરી માંગણી
પોરબંદરઃ જિલ્લા કલેક્ટર કચેરી સામે લોકરક્ષક ભરતી બોર્ડમાં થયેલા અન્યાય મુદ્દે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે માલધારી સમાજના યુવાનોને ન્યાય અપાવવા માલધારી સમાજના અને પોરબંદરના ખ્યાતનામ રેત શિલ્પકાર નથુભાઇ ગરચરે સંદેશો આપવાની નેમ ઉપાડી છે. તેમણે સમુદ્ર કિનારે પોતાના સમાજ માટે ગીર બરડા વિસ્તારમાં માલધારી સમાજના વિગત દર્શકપત્રમાં બંધારણીય હક અને યુવાનોને આપવાનો સંદેશ રેત શિલ્પ દ્વારા રજૂ કર્યો હતો.