રાજકોટઃ ઉપલેટાથી ધોરાજી બાયપાસ વચ્ચે આવેલો સાંઢીયા પુલ જર્જરીત હાલતમાં - Rajkot
રાજકોટઃ ઉપલેટાથી ધોરાજી જવા માટે જોડતો બાયપાસ રોડ પરનો સાંઢીયા પુલ જે થોડા વર્ષો પહેલાં તંત્ર દ્વારા બાંધવામાં આવેલ હતો. તંત્ર તથા કોન્ટ્રાકટરોની અણઆવડતને કારણે આ પુલ ઘણાં સમયથી જર્જરીત હાલતમાં જોવા મળે છે. લાખો કરોડોનાં ખર્ચે બનાવેલ પુલ પર પાણી ફરી વળ્યું છે. અનેક વખત લોકોએ રજુઆત કરી છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સાંઢીયા પુલમાં અનેક વખત ગાબડાં પડતાં રહે છે. અવારનવાર મોટાં ગાબડાં પડી જાય પણ યોગ્ય અને નક્કર કામ નથી થતું જેથી દિવસેને દિવસે આ પુલ જર્જરીત બનતો જાય છે. આ પુલ પર નાનાં મોટા અસંખ્ય વાહનો ચાલે છે. આ પુલનું સમારકામ કરવામાં નથી આવતું જાણે તંત્ર શું કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહયું છે. કે, કેમ આ પુલ બાબતે ઉપલેટાના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆતો થઈ છે. હવે જોવાનું એ રહ્યું છે કે, આ પુલને ક્યારે ગ્રાન્ટો ફાળવાશે અને ક્યારે એસ્ટીમેન્ટ અને મંજુરી મળશે એ જોવાનું રહ્યું છે.