વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટયું - કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
વડોદરા : આજે, મહા મહિનાની વદ તેરસના રોજ મહાશિવરાત્રી પર્વની વડોદરામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ શિવ મંદિરોને સુશોભીત કરવામાં આવ્યા હતા. શહેરના લાલબાગ સ્થિત પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ નગરજનોની દર્શનાર્થે લાંબી કતારો લાગી હતી.