લગ્નસરાની સિઝનમાં સોનાના ભાવમાં વધતાં સોની બજારમાં મંદી - પોરબંદર સોની બજારમાં મંદી
પોરબંદરઃ લગ્નેસરાની સિઝનમાં દર વર્ષે પોરબંદરના સોની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. ત્યારે આ વર્ષે લગ્નની સિઝનમાં સોનાના ભાવ 22 કેરેટ( 10 ગ્રામ) 40,000 રૂપિયા જેટલી સપાટીએ જોવા મળી રહ્યાં છે. જેથી પોરબંદર સોની બજારમાં મંદીનો માહોલ સર્જાર્યો છે. જેના કારણે સામાન્ય લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે. તો બીજી તરફ લોકો ઇમિટેશન જવેલરી તરફ વળી રહ્યાં ત્યારે ઇમિટેશન જવેલરીની માગ વધી રહી છે.