ગુજરાત

gujarat

ETV Bharat / videos

કાર્નિવલ દરમિયાન કાંકરિયા રાઈડ દુર્ઘટના બાદ ફરી રાઇડ શરૂ કરવાની કવાયત - The Kankaria Carnival launches from 25 December

By

Published : Dec 20, 2019, 11:04 PM IST

અમદાવાદ : 25 ડિસેમ્બરેથી કાંકરિયા કાર્નિવલ શરૂ થવાનો છે. જેમાં દર વર્ષે જુદી જુદી રાઇડ્સ મુખ્ય આકર્ષણ બનતું હોય છે. ત્યારે 14 જુલાઇએ કાંકરિયા આમ્રપાલી એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ડિસ્કવરી રાઈડ તૂટી પડતાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે 6 વ્યક્તિને ઈજા થઈ હતી. આ દુર્ઘટના પછી રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરી રાજ્યભરની તમામ રાઇડને બંધ કરવા આદેશ આપ્યો હતો. તેમજ રાઇડ અંગે નવેસરથી નીતિ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. તે દરમિયાન 5 મહિના બાદ તે જૂના તમામ નિયમો સાથે આ રાઇડ ફરીથી શરૂ કરવા માટે આર એન્ડ બી અને પોલીસને લાઈસન્સ માટે અરજી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આર એન્ડ બી કર્મચારીઓ તેમજ પોલીસે રાઇડના સ્થળની મુલાકાત લઇ રાઇડની ચકાસણી કરી છે. તે ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગના અધિકારીઓએ પણ રાઈડની ચકાસણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details