વડોદરા: સાવલીના શિક્ષકોએ પડતર પ્રશ્નો મુદ્દે ધરણા યોજ્યા - Savli Taluka Primary Education Council
વડોદરા: જિલ્લાના સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષણસંઘ દ્વારા સાવલી તાલુકા સેવાસદનના પ્રાંગણમાં 150 જેટલા શિક્ષકોએ માંડવો બાંધી પોતાની વિવિધ માંગણીઓ કરી હતી. જૂની પેન્શન યોજના છઠ્ઠા પગાર પંચની વિસંગતતા જેવી માંગણી ઓને લઈ ધરણા કાર્યક્રમ રખાયો હતો. જેમાં સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખ રણજીતસિંહ અને તાલુકાના પ્રમુખ પરિમલ તલાટીની આગેવાની હેઠળ સાવલી મામલતદારને આવેદનપત્ર સુપરત કરી અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચડવા રજૂઆત કરાઈ હતી.