દાહોદ જિલ્લાની APMCના વેપારીઓ દ્વારા અનાજનો જથ્થો સલામત કરાયો - અનાજનો જથ્થો સલામત કરાયો
દાહોદ : નિસર્ગ વાવાઝોડાને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો અને વેપારીઓને અગમચેતીના ભાગરૂપે માલસામાન સહી સલામત સ્થળે મુકવા તેમજ અનાજને ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી હતી. જેથી દાહોદ જિલ્લાની તમામ એપીએમસીમાં વેપારીઓ દ્વારા વરસાદથી અનાજ સહિતના જથ્થાને બચાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.