પોષણ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા કાર્યક્રમ યોજાયો - પંચાયત દ્વારા કાર્યક્રમ યોજાયો
ડાંગઃ ગુજરાત રાજ્યના પોષણ અભિયાન 2020-22 કાર્યક્રમ અંતર્ગત આહવામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ શાખા, જિલ્લા પંચાયત દ્વારા પોષણ અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની 18 બેઠકવાળા 311 ગામડાઓ આવરી લેવામાં આવશે. જિલ્લાની 441 આંગણવાડીઓમાં અંદાજિત 914 અતિકુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાશે.