વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, પીવાના પાણીમાં જીવાત આવતા લોકોમાં રોષ - વડોદરામાં દૂષિત પાણી
વડોદરા: શહેરના વાડી ભાટવાડા કુંભારવાડા પાણીમાં લાલ રંગની જીવાત નીકળવાથી લોકોમાં કુતુહુલ સાથે રોષ ફેલાયો છે. વડોદરામાં તંત્રના પાપે શહેરીજનો માટે એક બાદ એક મુશ્કેલીમાં વધારો થવાનો ઘટનાક્રમ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો ઓછી થવા લાગી છે, પરંતુ દૂષિત પાણી બાદ પાણીમાં જીવડા આવવાની બૂમો ઉઠતા શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.