અરવલ્લીના શીણાવાડમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો - શીણાવાડ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ સ્થાપનનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
અરવલ્લી: જિલ્લાના મોડાસા નજીક આવેલા માઝૂમ ડેમના કિનારેના શીણાવાડ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ સ્થાપનનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન સોમેશ્વર મહાદેવ, માતા પાર્વતી, ગજાનન ગણપતિ અને પવનસુત હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં ગામના તમામ સમુદાયના અગ્રણીઓ અને લોકોએ ઉત્સાહભેર સાથે જોડાઈ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. તેમજ મંદિરમાં શોભાયમાન ભગવાનના દર્શન કરી ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી.