મોરબીના વિરપરમાં ગૌ માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો - Virpur village of Morbi taluka
મોરબીઃ ટંકારા તાલુકાના વિરપર ગામે ગૌ માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન નિમિતે શોભાયાત્રા પ્રદ્યુમનસિંહ જાડેજાના ઘરેથી ગૌ શાળા સુધી યોજવામાં આવી હતી અને ગૌ માતાના મંદિરની મૂર્તી રાજસ્થાનથી બનાવવામાં આવી હતી. આ આયોજનના પગલે ગૌશાળાના ગૌ ભક્તો દ્વારા વીરપર ગામમાં ગાયો માટે લીલો ઘાસચારો નાખવામાં આવ્યો હતો અને ગામના બાળકોને બટુક ભોજન કરવવામાં આવ્યું હતું.