મોરબીમાં ખાસ સખી મંડળ દ્વારા મતદાન કેન્દ્રનું સંચાલન કરવામાં આવ્યું - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
મોરબી: રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકમાં આજે મંગળવારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા વધુને વધુ મતદાન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. તંત્ર દ્વારા મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે ખાસ મહિલાઓ સંચાલિત 5 મતદાન મથકો બનાવવામાં આવે છે. જેમાં તમામ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.