કોરોનાને લઇને જામનગરમાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ કરાયો - જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
જામનગરઃ કોરોના વાઇરસની મહામારી સામે લડવા જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ કરવામાં આવ્યો હતો. GSFC દ્વારા તંત્રને ભેટ અપાયેલા 10,000 લીટર સોડિયમ હાઈપોકલોરાઈડના દ્વાવણનો છંટકાવ કરીને જાહેર જનતાના ઉપયોગમાં લેવાતા સ્થળોને જંતુ મુક્ત કરવાની કામગીરી કરાઇ હતી.