જૂનાગઢ: વંથલી તાલુકાના લોકોએ સ્ટોન ક્રસરના વિરોધમાં આપ્યું આવેદનપત્ર - જૂનાગઢ તાજા ન્યુઝ
જૂનાગઢ: જિલ્લાના વંથલી તાલુકાના બરવાળા ગામમાં સ્ટોન ક્રસરમા જિલેટીન બ્લાસ્ટ કરવામાં આવતા તેમાંથી નીકળેલા જેરી અને પ્રદુષિત વાયુને કારણે ગામના 10 કરતાં વધુ મહિલા અને પુરુષને અસર થઇ હતી. જે આ તમામ અસરગ્રસ્તોને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગામના પૂર્વ સરપંચ અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલા તમામ અસરગ્રસ્તોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સ્ટોન કસર ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.