વઢવાણમાં શહીદ જવાનની અંતિમયાત્રામાં ભીની આંખે ઉમટી જનમેદની - Vadhvan news
વઢવાણઃ વઢવાણના આર્મી જવાન ભરતસિંહ દીપસંગભાઈ પરમારના નશ્વર દેહને ભારતીય સન્માન સાથે વઢવાણ લવાતા ગમગીની છવાઈ ગઈ હતી. ગુવાહાટીમાં ફરજ દરમિયાન અસહ્ય ઠંડીના કારણે વઢવાણના યુવાન શહીદ થયા છે. શહીદના મૃતદેહને વઢવાણ લવાતા ગામ શોકમગ્ન બન્યું હતું. વઢવાણના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી શહીદની અંતિમ યાત્રામાં જોડાયા હતા. તેમજ વઢવાણના રસ્તા ઉપર લોકોએ હાથમાં તિરંગો ધારણ કરીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ જવાનની અંતિમયાત્રામાં વઢવાણવાસીઓ, આર્મીના અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી.