અમદાવાદમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો, બોલેરોની છતમાં 162 બોટલ છૂપાવી, જુઓ વીડિયો - અમદાવાદ પાંજરાપોળ વિસ્તાર
અમદાવાદ: શહેરના પાંજરાપોળ વિસ્તારમાંથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી. જેમાં દારૂ છુપાવીને જવામાં આવી રહ્યો હતો, તેવી બાતમીના આધારે ગાડીને રોકીને તેને ચેક કરવામાં આવતા ગાડીની છતમાં એક ખાનું બનાવ્યું હતું. જેમાં વિદેશી દારૂની બોટલ છૂપાવવામાં આવી હતી. તે PCBએ કબ્જે કરી અને 3 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. દારૂ સહિત 2.80 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી એલીસબ્રીજ પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આરોપી સોંપવામાં આવ્યા છે તથા દારૂ મોકલનાર અને મંગાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે.