વડોદરાના વાંસદા ગામમાં વાનર અને કાચબાને ગોંધી રાખ્યાની જાણકારી મળતા સંસ્થાએ બચાવ્યા - સંસ્થાએ બચાવ્યા
વડોદરાઃ જિલ્લાના વાંસદા ગામના જુના દરબારમાં રહેતા બાજીરાવ સુધાકરના ઘરમાં કાચબો અને બાળ વાનર ગોંધી રાખવામાં આવ્યું છે. એવી બાતમી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પ્રાણી પ્રેમી રાજ ભાવસારને મળી હતી. જે ચોક્કસ માહિતીને આધારે રાજ ભાવસરે વનવિભાગની ટીમ સાથે બાજીરાવના ઘરે છાપો મારી કાચબા અને બાળ વાનરને મુક્ત કરાવ્યું હતું. જે વન્યજીવ અધિનિયમ 1972 મુજબ કાચબો શિડ્યુઅલ-1 અને માકડું શિડ્યુઅલ-2માં તેનો સમાવેશ થાય છે. જેથી આવા વન્યજીવોને ઘરમાં રાખવા એ અધિનિયમ 1972 મુજબ બિનજામીન પાત્ર ગુનો બને છે. જે સંદર્ભે આ વન્યજીવ ઘરમાં રાખવા બદલ બાજીરાવ સુધાકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.