છોટા ઉદેપુરઃ ગુરૂવારથી જિલ્લાની ARTO ઓફીસ નવીન બિલ્ડીંગમાં કાર્યરત થશે - Chhota Udepur ARTO
છોટા ઉદેપુરઃ જિલ્લો બન્યા બાદ છોટા ઉદેપુરના ફતેપુરા ખાતે ભાડાના મકાનમાં ARTO ઓફીસ ચાલતી હતી. ત્યારબાદ 3.5 કરોડના ખર્ચે છોટા ઉદેપુરના મલાજા ખાતે નવીન બિલ્ડીંગનું નિર્માણ બે-ત્રણ વર્ષ પહેલા થઈ ગયું હતું. પરંતુ ટેક્નિકલ કારણોને લીધે બિલ્ડીંગમાં કામકાજ શરૂ કરી શકાયુ ન હતું. હવે જ્યારે ટેકનિકલ કારણનું નિરાકરણ આવી જતા, આવતીકાલને ગુરૂવારથી નવીન બિલ્ડીંગમાં તમામ કામકાજ શરૂ કરી દેવામાં આવશે. તેમજ નવીન આર.ટી.ઓ ઓફીસ ખાતે ટેસ્ટ ડ્રાઈવ બનેલ હોવાથી ટેસ્ટ પણ લેવામાં આવશે. છોટા ઉદેપુરના લોકોને હવે કામગીરી નવી બિલ્ડીંગ ખાતે થશે, તેમ આર.ટી.ઓ અધિકારી દ્વારા જણાવ્યું છે.