પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં નેત્રંગ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો - નેત્રંગમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
ભરૂચ: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેથી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે નેત્રંગ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઊંટ ગાડીમાં બેસી અને ટ્રેક્ટર ખેંચી અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. આ ઉપરાંત પોસ્ટરો સળગાવીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Last Updated : Jun 29, 2020, 7:30 PM IST