દ્વારકા ખાતે 'નમો ઇન્ડિયા સેના સંગઠન' સંમેલન યોજાયું - news in Dwarka
દેવભૂમિ દ્વારકા: દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે 'નમો ઇન્ડિયા સેના સંગઠન' સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત 'નમો ઇન્ડિયા સેના સંગઠન' ના સ્થાપક સંજયભાઈ ગોસ્વામી તથા અધ્યક્ષ રાજા માણેક તેમજ ગુજરાત રાજ્ય પ્રદેશની સંપૂર્ણ ટીમ યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચી હતી. આજના આ સંમેલનમાં આગામી દિવસોમાં ગુજરાતમાં પગ પેસારો કરતી અન્ય અપક્ષ પાર્ટીઓ તથા ભાજપનો દુષ્પ્રચાર કરતી વિરોધી સંગઠનનોનો વિરોધ કરીને સત્ય હકીકત લોકોની સામે લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન નમો ઇન્ડિયા સંગઠન દ્વારકાના હોદ્દેદારો અને પદાધિકારીઓનું નમો ઇન્ડિયા સેનામાં સ્વાગત સાથે સાથે સંગઠનમાં જોડાવા બદલ નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.