પોરબંદરના બળેજ ગામે થયેલી હત્યાની ભેદ ઉકેલાયો - latest news of crime
પોરબંદરઃ તાલુકાના બળેજ ગામમાં રહેતા વેજા રામ પરમાર નામના હત્યાના આરોપીની હત્યા કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે, આ આરોપીને 20 દિવસ પહેલા તેની માતાની સંભાળ રાખવા માટે જામીન મળ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર, તારીખ 22 જુલાઈના રોજ સાંજે 4:00 કલાકે તેની તિક્ષણ હથિયાર વડે પટેલ શેરીમાં હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ કરેલી હત્યા મામલે અદાવત રાખી તેની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની હત્યા સુભાષ પરમારના પિતા જખરા પરબત પરમાર અને ઈકબાલ મુસાદ્દલએ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્ને શખ્સોને તે દિવસે ઝડપી લીધા હતા અને તેની પૂરપરછ કરી હતી. હાલ, બંનેને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જે બાદમાં બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.