અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જર્જરીત ટાંકી ઉતારવાની કામગીરી શરૂ કરશે - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ન્યૂઝ
અમદાવાદ: ઘાટલોડિયાના કર્મચારી નગર વિભાગ 1માં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની જર્જરીત અને બિન ઉપયોગી ટાંકીને ઉતારવાની કામગીરી શરૂ કરશે. શહેરમાં કુલ ૧૯૧ પાણીની ટાંકીઓ આવેલી છે જેમાં 118 ઉપયોગમાં લેવાઇ રહી છે જ્યારે ૭૩ જેટલી પાલિકા અને ઔડાની ટાંકી બિન ઉપયોગી છે. જેમાં 26 ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે બાકીની કેટલીક ટાંકીઓને ડાયવર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલે ટાંકીઓ સાવ બિનઉપયોગી હાલતમાં છે તેને ઝડપથી ઉતારી લેવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે.