સાબરકાંઠાના હિંમતનગરમાં મોકડ્રીલ યોજાઈ, આગના પગલે તંત્રની સજાગતા ચકાસાઇ - Himmatnagar news
સાબરકાંઠા: હિંમતનગરમાં GIDC ખાતે આવેલા બાયર્સ ક્રોપ સાયન્સમાં આગ લાગ્યાની મોકડ્રીલ યોજાઇ હતી. જો કે, આ મોકડ્રીલમાં તાત્કાલિક ધોરણે પ્રતિભાવ ન આપનારા અધિકારીઓ સામે ઠોસ પગલાં ભરવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, કયા પ્રકારે ગંભીર પગલાં ભરાશે, તે તો આગામી સમય જ બતાવશે.