રાજકોટ: ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો, જુઓ ડ્રોનની નજરે - Moj Dam Overflow
રાજકોટ: જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે મોજ ડેમના 3 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. મોજ ડેમની કુલ સપાટી 72 ફૂટ અને 54 મીટરની છે. આ ઉપરાંત ડેમમાં 2,309 ક્યૂસેક પાણીની આવક છે. આ સાથે જ ડેમમાંથી પાણીની જાવક પણ 2,309 ક્યૂસેક જોવા મળી રહી છે. જેથી ડેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ માટે અહીંયા હરવા-ફરવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.