અરવલ્લીના મોડાસા વૃદ્વ દંપતિએ આચર્યુ લાખોનું કૌભાંડ - Modasa news
અરવલ્લી: જિલ્લાના મોડાસા નગરમાં પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ખાતામાં નાણાં જમા કરવાના નામે ઉઘરાવી, ચાઉં કરી જવાની ઘટના સામે આવી છે. 100 થી વધારે ગ્રાહકોના નાણાંની ઉચાપત કરનારા દંપત્તિ વિજય અને મંજુલા મહેતાની અરવલ્લી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. મોડાસા નગરમાં રહેતા દંપત્તિ રોકાણકારો પાસેથી રિકરિંગના નાણાં લેતા હતા. ખાતામાં જમા કરાવતા ન હતા. આ મામલે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા ભરત બસિયાના ધ્યાને આવ્યો હતો. નાયબ પોલીસ વડા ભરત બસિયાએ તાત્કાલિક આ અંગે તપાસ કરતા, 100 થી વધારે લોકો આ દંપત્તિના ફ્રોડનો શિકાર બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ફ્રોડનો આંકડો લાખો હોવાની આશંકા છે.