લોકસેવાના કાર્યક્રમ થકી ધારાસભ્યએ મનાવ્યો જન્મ દિવસ - Birthday Celebration
નવસારી: ગણદેવી તાલુકાના ગણદેવા ગામે ધારાસભ્ય પિયુષ દેસાઈએ તેમના 61માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં 1122 લોકોને માં કાર્ડ, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, શ્રમિક કાર્ડ અને નેત્રયજ્ઞનો લાભ લીધો હતો. અહીં રુપિયા 49.01 લાખના ખર્ચે બનનારા ગણદેવા-મીણકચ્છ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને છેવાડાના માનવી સુધી સેવા-સુવિધા પહોંચાડવાના સંકલ્પને દોહરાવ્યો હતો.