માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગે લીધો રાહતનો શ્વાસ - Man-eating panther
ભાવનગરઃ મહુવા-તળાજા પંથકમાં થોડા દિવસોથી રાની પશુઓએ આંતક મચાવ્યો છે. જેમાં માનવ પર હુમલાની પણ અનેક ઘટનાઓ બની છે. કસાણ ગામે યુવતીને મોતને ઘાટ ઉતારી દેનાર માનવભક્ષી દીપડો 11 દિવસની મહેનત બાદ પાંજરે પુરાતા ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મહુવા પંથકમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે. મહુવાના કસાણ ગામે રહેતી આરતીબહેન શામજીભાઈ નામની યુવતી પર દિપડાએ હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે આ માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા આજુ-બાજુ ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ દીપડાને ઝડપી પાડવા 4 અલગ-અલગ પાંજરા મુક્યા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગની 11 દિવસની મહેનત આખરે રંગ લાવી હતી
Last Updated : Jan 7, 2021, 7:01 PM IST