છોટાઉદેપુર: ST બસો બંધ રહેતાં નિગમને 5.41 લાખથી વધુનું નુકસાન - છોટાઉદેપુરના તાજા સમાચાર
છોટાઉદેપુર: શુક્રવારે આદિવાસી રાઠવા સમાજની ઓળખ સામે સરકાર સાથે ઉદભવેલા પ્રશ્ન બાબતે ST બસો બંધ રહી હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મુસાફરો અધ વચ્ચે અટવાયા હતા અને સાંજ સુધી ઘરે પહોંચી શક્યા નહોતા. બંધના કારણે સમગ્ર ST ડેપો સુમસામ બની ગયો હતો. છોટાઉદેપુર અને બોડેલી ડેપોની 45થી વધુ રૂટ અને 353થી વધુ ટ્રીપો કેન્સલ કરવામાં આવી હતી. જેથી ST નિગમને આશરે 5.41થી વધુનું નુકસાન થયું હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું.