સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ પડ્યા શાંત - તાલુકા પંચાયતની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત તમામ પક્ષો કચ્છ જિલ્લા પંચાયતના તથા કચ્છના 10 તાલુકા પંચાયતના અને 5 નગરપાલિકાના તમામ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર અંગેના અંતિમ દિવસે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું અને સ્થાનિક મતદારો પાસે મતની અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચાર માટેના પડઘમ શાંત થયા હતા અને વહીવટી તંત્રએ ઉમેદવારોના ચૂંટણી અંગેના પ્રચાર માટે જાહેર સ્થળો પર લગાડવામાં આવેલ હોર્ડિંગ્સને ઉતાર્યા હતા અને આચારસંહિતા અમલમાં મુકવામાં આવી હતી.